Keywords : પશુપાલકોના આર્થિક વિકાસ, સહકારી ડેરી ઉદ્યોગ ની ભૂમિકા
Abstract : ભારતની અર્થવ્યવસ્થાના વિકાસમાં ઉદ્યોગને કાચો માલ પૂરો પાડવામાં ખેતી અને પશુપાલન મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. પશુપાલન ક્ષેત્રે દૂધ ઉત્પાદન એ દેશની આર્થિક વ્યવસ્થા ના વિકાસમાં એક આગવું સ્થાન ધરાવે છે. ભારત ગામડાઓનો બનેલો દેશ છે. શહેરીકરણની સરખામણીએ હજુ પણ ભારતની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે. ગ્રામ્ય વિસ્તારના લોકોનો સામાજિક - આર્થિક વિકાસ એ ખેતી અને પશુપાલન થકી જ શક્ય બન્યું છે. ભારતમાં સૌપ્રથમ ડેરી ઉદ્યોગ ખાનગી ક્ષેત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. 1945માં મુંબઈમાં દૂધની અછત સર્જાઈ હતી. આ અછતને દૂર કરવાના આશય થી એક યોજના અમલમાં મૂકવામાં આવી. આ યોજનામાં અમૂલ ડેરી દ્વારા ચલાવતા પોલસન ને મુંબઈને દૂધ તેમજ દૂધની બનાવટોની જરૂરિયાત પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તેથી ખેડા જિલ્લામાં પોલસન ને દૂધ ખરીદવાનો ઇજારો પ્રાપ્ત થયો. જેમાં પોલસન દ્વારા પશુપાલકોનું શોષણ થવા લાગ્યું. દૂધ વ્યવસાય હરિફાઈ ના લીધે પશુપાલકોને વ્યાજબી ભાવો ન મળતા, તેમજ તેમનું દૂધના વ્યવસાયમાં વચેટિયાઓ દ્વારા પણ શોષણ થતું હતું. આ સમસ્યાઓને દૂર કઈ રીતે કરી શકાય તે માટે ખેડૂતો, પશુપાલકો, અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તાઓ ખૂબ જ ચિંતિત હતા.
Download