Keywords : મેઘાણીનો “સિંધુડો
Abstract : ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત એક દિવસીય સેમિનારમાં સંશોધન પેપર રજૂ કરવાનું છે. ત્યારે ગુજરાતના લોકસાહિત્યકાર, કવિ એવા ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ સ્વાતંત્ર્ય ગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ પર પસંદગી ઉતારી છે. આમ, પણ ઝવેરચંદ મેઘાણી કવિ અને સાહિત્યકાર હોવા ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તેમની કલમે લખાયેલ સંગ્રામ ગીતોએ યુવાનોમાં નવું જોમ અને જુસ્સો પૂર્યા હતા. પ્રસ્તુત સંશોધન પેપરમાં મેઘાણી રચિત છુટા છવાયા લોકજીભે ચડી ગયેલા સ્વાતંત્ર્ય ગીતો સમૂહ બનીને કેવા લોકપ્રિય બન્યા તેની વાત કરવામાં આવી છે. ‘સિંધુડા’નો અર્થ થાય છે. ‘શરણાઈના સૂર’ શરણાઈના સૂર જેમ શૌર્ય પ્રેરક હોય છે તેમ મેઘાણીના સિંધુડાના શૌર્યગીતો યુદ્ધ ઘોષણા સમાન હતા. આથી જ લોકપ્રિય બનેલા સંગ્રામ ગીતોનો સંગ્રહ સિંધુડાનો જન્મ થયો, અને તેને આઝાદીની લડતમાં તરખાટ મચાવ્યો. અને એટલે સુધી કે અંગ્રેજાને આંખમાં ખૂંચવા લાગ્યો. આથી, અંગ્રેજ સરકારે સિંધુડો પ્રતિબંધિત કર્યો અને આમ છતાં પૂરા બે વર્ષ બાદ સિંધુડાનું પુનઃપ્રકાશન કરવામાં આવે છે અને તે પણ હાથથી લખીને આબેહૂબ પ્રતિકૃતિ સ્વરૂપે, છતાં પ્રકાશન સ્થળ મળતું નથી. આવી રીતે સિંધુડો રણક્ષેત્રે પુનર્જન્મ પામી અંગ્રેજ સરકારની નીતિઓ અને અત્યાચારો સામે પડકાર ફેંકે છે. આ સંશોધન પેપરમાં સિંધુડાનો જન્મ, તેનું પ્રકાશન, લડતમાં ભૂમિકા, સિંધુડા પર પ્રતિબંધ અને પુનઃ પ્રકાશનની ઘટનાઓ રજૂ કરાઈ છે. આમ તો સિંધુડાની આ ગાથા બહુ ઓછી ચર્ચિત છે. છતાં તેણે લડતમાં આપેલ ફાળો અને તેણે મચાવેલ તરખાટને મર્યાદિત શબ્દોમાં વિશેષ રજૂ કરવાના પ્રયાસ થયો છે. જેણે સ્વાતંત્ર્ય લડતમાં ઇતિહાસ સર્જી દીધો હતો.
Download