Keywords : શ્રીમદ્ રાજચંદ્રનો આત્માનો
Abstract : ગૌરવવંતિ ગૂર્જર ભૂમિ પર અનેક સંતો, ઋષિઓ, યોગીઓ, અને તત્વચિંતકો જનમ્યાં છે. તેમાંય સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ છે. સૌરાષ્ટ્રની ભૂમિ અતિ પ્રાચીન સમયથી સંત – કવિ, સિધ્ધો, સાધકો, ભકતો કે પંથના સ્થાપકોની તીર્થ ભૂમિ રહી છે. આ પાવન ભૂમિએ આપણને અનેક મહાપુરૂષોની ભેટ ધરી છે. જે ગુજરાતના ગૌરવની વાત છે. ગુજરાત પર બૌદ્ધ, જૈન, વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયનો વ્યાપક પ્રભાવ રહયો છે. જેનો મુખ્ય ઉદેશ્ય સત્ય, અંહિસા, અપરિગ્રહ અને બ્રહમચર્ય હતો. દર્શન શાસ્ત્રોનાં ક્ષેત્રમાં પણ ગુજરાતનું પ્રદાન ગણી શકાય. તત્વચિંત્તનના ક્ષેત્રે યશસ્વી પ્રદાન ગણી શકાય. તેમાં સહજાનંદ સ્વામી, મહર્ષિ દયાનંદ સરસ્વતિ, હેમચંદ્રાચાર્ય, નરસિંહ મહેતા, ધીરો ભગત, ભાણ સાહેબ, ખીમ સાહેબ, મોરાર, દાસી જીવણ, ઉપરાંત, ગાંધીજી, શ્રીમદ્ રાજચંદ્ર, કાકા સાહેબ કાલેલકર, કિશોરલાલ તથા નામી અનામી વગેરે. જેમાં અહીં શ્રીમદ્ રાજચંદ્રનો પુરૂષાર્થ આત્મ ઓળખ છે. તે દર્શાવવાનો મુખ્ય હેતુ છે. આત્માના ખ્યાલના અનુસંધાનમાં વિવિધ દર્શનોમાં થયેલ આત્મ વિષયક ખ્યાલ સ્પષ્ટ શ્રીમદ્ ના આત્મ વિષયક ખ્યાલનું નિરૂપણ કરવાનું રહેશે.
Download