journalmucojor@gmail.com +91 91738 61986

પ્રારંભિક બાળ વિકાસમાં ભાષા વિકાસ અને સંચાર કૌશલ્યોનો વિકાસ

Keywords : બાળ વિકાસ, ભાષા વિકાસ અને સંચાર કૌશલ્યોનો વિકાસ

Abstract : બૌદ્ધિક વિકાસ કે બોધાત્મક વિકાસ માણસની આગળથી ઓળખ છે અને માનસ જ પોતાની આ શક્તિઓ થકી જન્મ આપ્યો છે. ભાષા એક વ્યવસ્થા છે,જે અર્થને ધ્વનીઓ સાથે જોડે છે. આપણે ભાષાની વ્યવસ્થા શીખીએ છીએ ત્યારે ભાષાની અનેક પેટા વ્યવસ્થાઓ શીખીએ છીએ.જેમ કે, એ ભાષામાં કયા ધ્વનીઓ છે,એ કેવી રીતે ઉચ્ચારાય છે,કયા ધ્વનીઓ શબ્દની શરૂઆતમાં આવી શકે,કયા ધ્વનીઓ જોડાઈ ન શકે અને કયા ધ્વનીઓ જોડાઈ ન શકે,આ અંગેના નિયમોથી બનેલી વ્યવસ્થાને ધ્વની વ્યવસ્થા કહેવાય છે. દરેક ભાષાની ધ્વની વ્યવસ્થા અલગ હોય છે. ભાષાની આટલી અટપટી વ્યવસ્થાને સિધ્ધાંત દ્વારા સમજવાનું અધરું લાગે છે, જેને આપણે તો સહજતાથી પ્રાપ્ત કરી લઈએ છીએ.મનોવિજ્ઞાનીઓને મન એ રસનો વિષય છે કે બાળક કેવી રીતે ભાષા આત્મસાત કરે છે તેને ક્યારે ખબર પડે કે પુરુષ અને સ્ત્રીના ભેદ છે? સજીવ અને નિર્જીવ કોને કહેવાય? મૃtત અને અમૃત બાબતો વચ્ચે ભેદ પડતા કયારે શીખે છે? આવા અનેક પ્રશ્નો થઈ શકે છે.

Download