journalmucojor@gmail.com +91 91738 61986

ઈન્ટરનેટ & સોસિયલ નેટવર્કિંગ સાઈટ્સ અંગેના વલણો જાણવાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ

Keywords : ઈન્ટરનેટ & સોસિયલ નેટવર્કિંગ સાઈટ્સ, જાતિ, કુટુંબનો પ્રકાર, રહેઠાણનો વિસ્તાર, વિદ્યાશાખાનો પ્રકાર.

Abstract : પ્રસ્તુત અભ્યાસનો ઉદ્દેશ્ય કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઈન્ટરનેટ & સોસિયલ નેટવર્કિંગ સાઈટ્સ અંગેના વલણો જાણવાનો હતો. જેમાં દાહોદ જીલ્લામાં આવેલી વિનયન અને વિજ્ઞાન વિદ્યાશાખાની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યદચ્છ નિદર્શ પધ્ધતિ દ્વારા અભ્યાસના નમુના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં કુલ ૧૨૦ નિદર્શનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ૬૦ છોકરા અને ૬૦ છોકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત સંશોધન માટે ડૉ. સુભાશ સરકાર અને પ્રસેનજીત દાસ દ્વારા રચિત ‘ઈન્ટરનેટ & સોસિયલ નેટવર્કિંગ સાઈટ્સ એટીટ્યુડ સ્કેલ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી મેળવેલ માહિતીનું સ્કોરીંગ કરવામાં આવ્યુ તેમજ સ્કોરીંગના આધારે આકડાશાસ્ત્રીય પધ્ધતિ દ્વારા મધ્યક, પ્રમાણિત વિચલન, અને ટી - મૂલ્ય શોધવામાં આવ્યું. સંશોધનના પરિણામો દર્શાવે છે કે છોકરીઓ કરતા છોકરામાં ઈન્ટરનેટ & સોસિયલ નેટવર્કિંગ સાઈટ્સના વલણો વધારે જોવા મળે છે, વિભક્ત કુટુંબ કરતા સંયુક્ત કુટુંબમાં ઈન્ટરનેટ & સોસિયલ નેટવર્કિંગ સાઈટ્સના વલણો વધારે જોવા મળે છે, શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ & સોસિયલ નેટવર્કિંગ સાઈટ્સના વલણો વધારે જોવા મળે છે, વિનયન વિદ્યાશાખા કરતા વિજ્ઞાન વિદ્યાશાખામાં ઈન્ટરનેટ & સોસિયલ નેટવર્કિંગ સાઈટ્સના વલણો વધારે જોવા મળે છે.

Download