Keywords : દલિત, દલિત સાહિત્ય, જોસેફ મેકવાન, દલિત અને સવર્ણ સંબંધ, નિરક્ષરતા અને દેશની વાસ્તવિક કરૂણ સ્થિતિ, માનવીય સહસંબંધ.
Abstract : જોસેફ મેકવાન ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર છે. તેઓએ જે વાર્તાઓ લખી તે વિશેષ દેશ અને સમાજની આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજનીતિક, સાંસ્કૃતિક બાબતનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આ સાથે વાસ્તવિક પરિસ્થિતિને પણ સામાન્ય માણસની નજરે જુએને અભિવ્યક્ત કરે છે. આ સામાન્ય માણસની અભિવ્યક્તિ અને પ્રશ્નો આ લેખ દ્વારા જોવા મળે છે. ભારત દેશ આઝાદ તો થયો પરંતુ એ આઝાદી કોના ઘરે આવી ? એ પ્રશ્ન આજે પણ પ્રાસંગિક છે. જોસેફ મેકવાને અહીં ગ્રામ પ્રદેશના અભણ એવા લોકોની નજરમાં આઝાદી શું છે એ બતાવવામાં આવ્યું છે. જેના દ્વારા માર્મિક હાસ્ય સાથે દેશની સ્થિતિ પર કરુણા પણ ઉપજે છે.
Download