journalmucojor@gmail.com +91 91738 61986

સૂર્યનમસ્કાર તાલીમ અને એરોબિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની ચપળતા પર થતી અસરનો અભ્યાસ

Keywords : સૂર્યનમસ્કાર તાલીમ અને એરોબિક તાલીમ

Abstract : આ સંશોધન અભ્યાસનો હેતુ સૂર્યનમસ્કાર તાલીમ અને એરોબિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની ચપળતા પર થતી અસરનો અભ્યાસ કરવાનો હતો. આ સંશોધન અભ્યાસ આદર્શ નિવાસી શાળા કેશોદ અને શ્રી સિધ્ધાર્થ હાઈસ્કુલ કેશોદમાં ધોરણ-9 અને 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 12 થી 18 વર્ષની વયજૂથ ધરાવતા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં કુલ 90 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં વિષયપાત્રોને ત્રણ જૂથમાં વિભાજિત કરવામાં આવશે. જેમાંથી 30 વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર તાલીમ જૂથ, 30 વિદ્યાર્થીઓને એરોબિક તાલીમ જૂથ અને 30 વિદ્યાર્થીઓને નિયંત્રિત જૂથમાં એમ ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં ચપળતાનું માપન શટલ રન કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. સૂર્યનમસ્કાર જૂથ અને એરોબિક જૂથ પર થતી અસરો જાણવા એક માર્ગીય વિચરણ સહવિચરણ પૃથક્કરણ (One Way Analysis of Covariance) કસોટી લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને Least Significant Difference Post Hock કસોટી દ્વારા 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવ્યા હતા. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પદ્ધત્તિસરના આઠ (08) અઠવાડિયાના સૂર્યનમસ્કાર અને એરોબિકની તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોની ચપળતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

Download