journalmucojor@gmail.com +91 91738 61986

સમાજ ઘડતર માટે શિક્ષણ સામેના પડકારો

Keywords : સમાજ ઘડતર, શિક્ષણ, પડકારો

Abstract : આજે સમાજ દેશ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જેમ કે ગરીબી,વાતાવરણ, અશિક્ષિત, બેરોજગારી, ભૂખમરો,માનસિક તણાવ વગેરે આમાંની કેટલીક સમસ્યાઓ ભૂતકાળથી ચાલુ છે તો કેટલીક વર્તમાન સમયમાં જન્મ લય ચૂકી છે માટે અહીં આવી સમસ્યાઓને શાંત કરવા માટે ઉત્તમ પ્રયાસ શિક્ષણ નો હોવો જોઈએ. શિક્ષણથી જ સમાજની નડતરોને અથવા તો સમસ્યાને નિવારી શકાય. હવેના વૈશ્વિક સમાજમાં લોકોને શિક્ષણની ભૂખ છે, જેને સંતુષ્ટ કરવા શિક્ષકોએ નવીન આયામો અપનાવવા પડશે. ૧૮૦ અંશે એટલે કે આજ કરતાં તદ્દન વિરૂદ્ધ અભિગમ મહદ્ અંશે જરૂરી છે. એ અભિગમ છે શીખવાનો, નહીંકે શીખવાડવાનો. અર્થાત્ હવે દરેક વ્યક્તિએ સ્વતઃ શીખતા રહેવાનું છે, ‘કોઇ આપણને શીખવાડશે’ એવી રાહ જોયે કદાચ ઘણું મોડું થઇ થયું હશે કારણકે સૌ પોત-પોતાને સતત બદલાતા ઢાંચામાં ગોઠવી રહ્યા હશે. અત્યાર સુધી ‘કમાવવાનું સામર્થ્ય’ મહત્વનું ગણાતું; હવેના સમયમાં ‘શીખવાની ત્વરા’-Learning agility- એટલે ‘કેટલી ઝડપથી આપણે નવું નવું શીખી રહ્યા છીએ’ એના પર સફળતાનો આધાર રહેશે. સાચે તો આજનો મુખ્ય પડકાર આ જ છે – સતત શીખતા રહેવાનો અભિગમ. જે સમાજ સતત શીખતો રહશે તે જ વિકસિત રહેશે. તેથી જ આજની શિક્ષણ સંસ્થાઓએ સ્વતંત્ર રીતે વિચારશીલ, સ્વાયત્ત, નિરંતર શીખવા માટે તત્પર સમાજ તૈયાર કરવાનો છે. આવા અનેક પડકારોને ઝીલવા માટે જરૂરી જીવન કૌશલ્યો તથા અભિગમ સમાજને પૂરાં પાડવાનું કામ શિક્ષણ સંસ્થાઓનું છે. પુસ્તકોમાંથી માહિતી આપ્વાની જરૂર છે જ નહીં, વિદ્યાર્થીઓને એવી કેળવણીની જરૂર છે જે દ્વારા તેઓ સ્વતંત્ર રીતે શીખતા થાય. શીખતા રહેવાની કળા શીખવાડવાનું કામ છે આજની શિક્ષણ સંસ્થાઓનું ટી.વી. મોબાઇલ વગેરેને કારણે વ્યક્તિઓ વચ્ચેનું પ્રત્યાયન ઘટી ગયું હોવાથી સમાજમાં તનાવ ઊભો થઇ રહ્યો છે. તેથી કેળવણીના ભાગ રૂપે સંવેદનાની સમૃદ્ધિ માટે પ્રયત્ન જરૂરી છે. આમ,મોકળાશના સમયનો સદુપયોગ તથા સંવેદના સમૃદ્ધ કરવાની કેળવણી તરફ ડગલા માંડશું ત્યારે જ સમાજ માં યોગ્ય ઘડતર થશે.

Download