journalmucojor@gmail.com +91 91738 61986

વિનોબાજી સૂચિત શિક્ષણપંચપદીનો NEP-2020ના સંદર્ભમાં અભ્યાસ

Keywords : વિનોબાજી, પંચપદી, NEP – 2020

Abstract : “મારું આખું જીવન જ શિક્ષણ કાર્યમાં વિત્યું છે.”_વિનોબા ભાવે 11,સપ્ટેમ્બર 1895માં મહારાષ્ટ્રના ગાગોદા ગામે જન્મેલા ભારતના રાષ્ટ્રીય અધ્યાપક પૂજ્ય વિનોબાજીનું શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા કાર્યાન્વિત NEP-2020ને અમલમાં લાવવા માટે સૌ સંકલ્પ લીધો છે ત્યારે સંશોધકની પણ આગવી ભૂમિકા છે. પ્રસ્તુત સંશોધનમાં સંશોધકે વિનોબાજીના અહિંસાની ખોજ, સંત વિનોબા, વિનોબા સાથે વાંચન યાત્રા, શિક્ષણ વિચાર, નવી શિક્ષણનીતિ જેવા પુસ્તકોનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે. તેના આધારે શિક્ષણ પંચપદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ સંશોધન પેપરમાં પ્રસ્તાવના, સંશોધનના હેતુ, સંશોધન સાધન, વિનોબાજીની શિક્ષણપંચપદી 1.શિક્ષક 2. વિદ્યાર્થી 3. શિક્ષણ અને ભાષા 4.સર્વાંગી વિકાસ માટે નઈતાલીમ 5. યોગ -ઉદ્યોગ -સહયોગની કેળવણી અંગે વિસ્તૃત છણાવટ કરી છે. અને તેમની આ શિક્ષણપંચપદીને નવી શિક્ષણનીતિમાં કેવી રીતે સ્થાન આપવામાં આવ્યું છે. તે અંગેનું સંશોધન કાર્ય કરવામાં આવ્યું છે. સંશોધનના સારાંશ સ્વરૂપે કોષ્ટક રજૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા વિનોબાજી સૂચિત શિક્ષણ પંચપદીનો NEP-2020 સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. આ રીતે પ્રસ્તુત સંશોધન આવનારા સમયમાં શિક્ષણ ક્ષેત્રે સાથે સંકળાયેલા સૌને ઉપયોગી થશે.

Download