Keywords : પર્યાવરણ સુરક્ષા,માનવ જીવન ,ન્યાયિક સક્રિયતા
Abstract : માનવ જીવન અને પર્યાવરણ વચ્ચે અટૂટ સંબંધ છે. શુદ્ધ હવા, શુદ્ધ પાણી, શુદ્ધ પર્યાવરણ પ્રાપ્ત થવું એ દરેક વ્યક્તિનો મૂળભૂત અને માનવ અધિકાર છે જેની ભારતના બંધારણના અનુચ્છેદ 21 માં જીવન જીવવાના મૂળભૂત અધિકારો દ્વારા ખાતરી આપવામાં આવી છે. પર્યાવરણ પ્રદૂષિત થાય તો તેની અસર માનવજીવન પર થાય જીવન જીવવાના અધિકારનો ભંગ થાય જેથી અનુચ્છેદ 226 અંતર્ગત હાઇકોર્ટ અને અનુચ્છેદ 32 અન્વયે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી શકાય જે વ્યક્તિ દ્વારા માનવ અધિકારનો ભંગ થયો હોય તે વ્યક્તિને કે સરકારને યોગ્ય રીટ દ્વારા દિશા નિર્દેશ અથવા આદેશો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જ્યાં રીટ થયેલ થઈ હોય તે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા રીટમાં માંગવામાં આવેલ ઉપાય અને જે તે કોર્ટમાં યોગ્ય લાગે એવા કોઈપણ ન્યાયિક આદેશો આપી શકે છે. આવા પ્રકારના નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પર્યાવરણ રક્ષણ સંદર્ભમાં આપવામાં આવેલા હુકમોને ન્યાયિક સક્રિયતા કહી શકાય છે જેનાથી ભારતના દરેક નાગરિકને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ વાતાવરણ મળી રહે તેવા પ્રયાસો અને આદેશો વખતો-વખત ન્યાયપાલિકા દ્વારા સરકારને અને દેશના નાગરિકોને કરવામાં આવેલા છે.
Download