journalmucojor@gmail.com +91 91738 61986

શૈક્ષણિકપાઠોના આયોજનની ગુણવતા માટે સ્વ-માર્ગદર્શન કાર્યક્રમની રચના અને અજમાયશ

Keywords : શૈક્ષણિકપાઠોના આયોજનની ગુણવતા,સ્વ-માર્ગદર્શન કાર્યક્રમની રચના

Abstract : કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે પૂર્વવિચારણા કરવામાં આવે તો તે કાર્યનાં અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. આ પૂર્વવિચારણા એટલે આયોજન. આયોજન એ સાધનો અને શક્તિનો કરકસરયુક્ત ઉપયોગ કરી ચોક્કસ સમયમાં અપેક્ષિત હેતુઓને સિદ્ધ કરવાની યોજના છે. ગૂતિકના મતાનુસાર, ‘જે કરવાનું છે તેની વિસ્તૃત રૂપમાં રૂપરેખા તૈયાર કરવી અને સાહસ કે કાર્ય માટે નિયત કરેલા ધ્યેયની સિદ્ધિ માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તે નક્કી કરવાં.’ કોઈ કાર્યને સાકાર બનાવવા, તેને મૂર્તિમંત બનાવવા યોજના ઘડવી, તેની પ્રત્યેક નાની નાની હકીકતો અને વિગતોનો વિચાર કરવો તથા એ સૌના અમલ માટે પગથિયાવાર વિવિધ પ્રયુક્તિઓનો ખ્યાલ કરી લેવો અને અંતે તે સઘળું દક્ષતાપૂર્વક પૂર્ણ થયા પછી કયા પરિણામોની નિષ્પત્તિ થશે તે નક્કી કરવું આ પ્રકારની પ્રક્રિયાને આયોજન તરીકે ઓળખી શકાય. ‘ક્યાં છે ? ક્યાં જવું છે ? લક્ષ્યાંક શી રીતે પ્રાપ્ત કરવો છે ? લક્ષ્યાંકે પહોંચવા કોની કોની સહાય લેવાની છે ? કેટલી સહાય લેવાની છે ? લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં કયાં અવરોધો આવશે ? એ અવરોધો શી રીતે દૂર કરી શકાશે ? વગેરેનો માનસિક વિચાર કે ચિંતન કરવું એ જ આયોજન. કોઈપણ પ્રવૃત્તિ કે યોજનાને સફળતાપૂર્વક પાર પાડવા માટે તેના વિવિધ પાસાંઓનું ઝીણવટભર્યું ચિંતન આ ચિંતનની એક તલસ્પર્શી, સુવ્યવસ્થિત નોંધને આયોજન કહી શકાય.

Download