journalmucojor@gmail.com +91 91738 61986

સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર ગુજરાત ઝોનના સાંધિક રમતોના ખેલાડીઓની ઝડપ અને નિયમિતતાનો તુલનાત્મક અભ્યાસ

Keywords : સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત ઝોન, સાંધિક રમતોના ખેલાડીઓની ઝડપ અને નિયમિતતા

Abstract : આ સંશોધન અભ્યાસનો હેતુ સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર ગુજરાત ઝોનના સાંધિક રમતોના ખેલાડીઓની ઝડપ અને નિયમિતતાનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અભ્યાસ સાંઘિક રમતોના થયેલા ખેલાડીઓ પૂરતો મર્યાદિત હતો. આ સંશોધન અભ્યાસમાં સૌરાષ્ટ્ર ઝોનના 12 અને ઉત્તર ગુજરાત ઝોનના 12 એમ કુલ 24 સાંઘિક રમતોના ખેલાડી ભાઈઓને વિષયપાત્રો તરીક પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 19 થી 24 વર્ષની વયજૂથ ધરાવતા ખેલાડી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં ઝડપનું માપન 50 વાર દોડ અને નમનીયતાનું માપન સીટ એન્ડ રીચ ટેસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર ગુજરાત ઝોનના રમતના ખેલાડીઓની ઝડપ અને નમનીયતાની તુલના કરવા માટે ‘t’ રેશિયો લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેના તારણો આ પ્રમાણે જોવા મળ્યુ હતુ. સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર ગુજરાત ઝોન રમતના ખેલાડી ભાઈઓની ઝડપમાં સાર્થક તફાવત જોવા મળ્યો ન હતો. સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર ગુજરાત ઝોન રમતના ખેલાડી ભાઈઓની નમનીયતામાં સાર્થક તફાવત જોવા મળ્યો હતો.

Download