journalmucojor@gmail.com +91 91738 61986

ભારતમાં પશુપાલનનો ઉદ્ભવ અને વિકાસ

Keywords : પશુપાલન, ભારત, ઉદ્ભવ, વિકાસ, પશુધન, દૂધ ઉત્પાદન, માથાદીઠ પ્રાપ્યતા.

Abstract : પૃથ્વી પર મનુષ્યનો જન્મ થયો ત્યારથી જ તેને પોતાના ખોરાક માટેની જરૂરીયાતો ઉકેલવાનો પ્રશ્નો ઉભો થયેલ છે. આ માટે જરૂરિયાતમાં તે પશુઓનો શિકાર કરીને ખોરાક મેળવતો અને પછીથી પશુઓ મારફત પોતાની જરૂરિયાતો સંતોષવા તેમને ઉછેરવા લાગ્યો. ભારત ઈતિહાસ પર નજર કરતા આશરે દસ હજાર વર્ષ પહેલાં પથ્થર યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે. માનવીએ સૌપ્રથમ કૂતરાને પાળતો થયો જેના કારણે માનવિને શિકાર શોધવામાં સફળતા મળવા લાગી. જેના અનુસંધાનમાં હજારો વર્ષો જૂના કુતરાના ચિત્રો કંડારાયેલા ઇજિપ્તના સ્મારકોમાં જોવા મળી આવ્યા છે. અધિકાળથી પશુપાલન શરૂ થયા હોવાના પુરાવા એશિયા ખંડમાં ભુમધ્ય કિનારે જોવા મળ્યા છે. પ્રાચીન ભારતમાં હડપ્પીય સંસ્કૃતિના લોકો પશુપાલન કરતા હશે. તેવા પુરાવો મળ્યા છે. વૈદિકયુગમાં ગોપજીવન શિકાર કરવો તથા જવની ખેતીનો વિકાસ ઇ.સ. પૂર્વે 1500 થી ઈ.સ. પૂર્વે 1000 સુધી થયો હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. ઋગ્વેદમાં પણ આર્યો ગોપજીવન, પશુપાલન કરતાં હોવાનો ઉલ્લેખ કરાયો છે. માનવી જેમ જેમ પ્રગતિ કરતો ગયો તેમ તેમ વઘુ પશુઓને પાળીને તેમનો ઉપયોગ કરવા લાગ્યો વર્તમાન સમયમાં પશુપાલન મહત્વ ખૂબ જ વધ્યું છે. માનવી જુદી - જુદી પરિસ્થિતિમાં જુદા - જુદા દેશો દ્વારા પશુઓને પશુપાલન વ્યવસાય સાથે સેવામાં લેવામાં આવે છે. ભારતમાં પશુપાલનનો વિકાસ સતત વધતો રહ્યો છે.

Download