Keywords : ઉચ્ચતર માધ્યમિક કક્ષા, નાવીન્યપૂર્ણ પ્રેક્ટિસનો વ્યવહારિક અભ્યાસ
Abstract : શિક્ષણની પ્રક્રિયાને ઉત્તમમાં ઉત્તમ બનાવવા માટે નાવીન્યપૂર્ણ પ્રેક્ટિસ, ક્રિયેટીવ પ્રેક્ટિસની આવશ્કતા હોય છે. આજના સમયમાં નાવીન્યપૂર્ણ, ક્રિયેટીવ પ્રેક્ટિસ દ્વારા શિક્ષક પોતાની અધ્યાપનની અસરકારકતા અને વ્યાપકતા વધારી શકે છે. શિક્ષક વિવિધ ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરે છે. શિક્ષકની જેટલી નાવીન્યપૂર્ણ ટેકનીકી પ્રત્યેની પ્રેક્ટીશ વધુ હશે, તેમ વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું સિંચન વધુને વધુ થશે. શીખવાની પ્રક્રિયામાં નાવીન્યપૂર્ણ એ શિક્ષણની કાર્યક્ષમતા વધારવા શિક્ષણ તકનીકો સાથે, ગુણવત્તા, પરિવર્તનશીલતા, વ્યક્તિગત ભિન્નતા અને તાલીમ પ્રેક્ટિસ દ્વારા વિષય શીખવવામાં નવી તકોનું નિર્માણ કરે છે. શિક્ષક અને વિદ્યાર્થીઓની સહભાગિતાની તક પૂરી પાડે છે. આ પ્રેક્ટિસ દ્વારા જ્ઞાન વધુને વધુ ઊંડું બને છે. સંગીન બને છે.
Download